લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખનું નામ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે

 ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત આગામી 15 દિવસમાં થઈ જશે.વર્તમાનમાં કોંગ્રેસે વિધાનસભામાં પોતાના નેતા તરીકે ઓબીસી સમાજના અમિત ચાવડાને નિયુક્ત કર્યા હોવાથી પ્રદેશ પ્રમુખના પદે પાટીદાર ચહેરો આવે તેવી સંભાવના વધુ જોવા મળી રહી છે. આમ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય પછી તાત્કાલિક પ્રદેશ પ્રમુખ બદલવાને બદલે કોંગ્રેસે થોભોની રાજનીતિ અપનાવી હતી.