લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / કોપા અમેરિકામા આર્જેન્ટીના સામેની મેચ ચિલીએ 1-1 થી ડ્રોમાં ખેંચી

કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં મેસીની મેજિકલ ફ્રિ કીકને સહારે આર્જેન્ટીનાએ ચિલી સામેની મેચમા 1-0થી સરસાઈ હાંસલ કરી લીધી હતી.આમ વર્ગાસના ક્લાસિક હેડર ગોલને સહારે ચિલીએ મેચને આખરે 1-1થી ડ્રોમાં ખેંચી હતી.જેમાં આર્જેન્ટીનાના કિપર માર્ટિનેઝે અસરકારક દેખાવ કરતાં વિડાલની પેનલ્ટી કીકને ગોલમાં જતી અટકાવી હતી.આમ રિબાઉન્ડ થઈને આવેલા બોલને વર્ગાસે હેડર વડે ગોલમાં મોકલી આપી મેચ ડ્રો થઈ હતી.બીજીતરફ પારાગ્વેએ 3-1થી બોલિવિયાને પરાસ્ત કર્યું હતુ.આમ આ મેચ પૂર્વે દિવંગત થયેલા આર્જેન્ટીનાના લેજન્ડરી ફૂટબોલર મેરાડોનાને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.જેમાં અનોખા વિડિયોમાં હોલોગ્રાફિકની મદદથી મેરાડોનાની છબી ઉપસાવવામાં આવી હતી અને તેની ટી-શર્ટના રંગો પણ બદલાતા જોવા મળ્યા હતા.