લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / કોરોનાને ધ્યાનમાં રાખીને બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને ભારત પ્રવાસ સ્થગિત કર્યો

ભારતમાં કોરોના બેકાબૂ થઈ ગયો છે.જેમાં દરરોજ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ત્યારે ભારતમાં વધી રહેલા સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને યુનાઈટેડ કિંગ્ડમના વડાપ્રધાન બોરિસ જોનસને પોતાની ભારત યાત્રા મુલતવી રાખી છે.ત્યારે હવે તેઓ થોડા દિવસો બાદ ભારત આવવાની યોજના બનાવી શકે છે.આમ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન આગામી 25 એપ્રિલના રોજ ભારત આવવાના હતા પરંતુ આ પ્રવાસ ટાળી દેવામાં આવ્યો છે.જેમાં બ્રિટનની વિપક્ષ લેબર પાર્ટીએ પણ બોરિસ જોનસન પોતાનો પ્રવાસ રદ્દ કરે તેવી માંગણી કરી હતી. સાથે જ લેબર પાર્ટીએ બોરિસ જોનસન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધ મામલે ઓનલાઈન ચર્ચા શા માટે નથી કરતા તેવો સવાલ કર્યો હતો.આમ તેમનો બીજીવાર ભારત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.