લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોના સંક્રમણના પગલે મોરબીના બિલિયા ગામનો નિર્ણય

મોરબી તાલુકાના બિલિયા ગામમાં કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયત દ્વારા બહારથી આવતા લોકોને ગામમાં પ્રવેશબંધી ફરમાવી ગ્રામજનો માટે શાકભાજી સહિતની ચીજવસ્તુઓ ગામમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આમ છેલ્લા અઠવાડિયા દસ દિવસમાં ગામમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધવા પામી છે.જેને પગલે બિલિયા ગ્રામપંચાયત દ્વારા તકેદારીના ભાગરૂપે ગામમાં બહારથી આવતા લોકોને પ્રવેશવાની મનાઈ કરવામાં આવી છે.ત્યારે ગ્રામજનોને શાકભાજી,કરીયાણા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે શાકભાજી સહિતની વસ્તુઓ ગામમાં જ ઉપલબ્ધ કરાવી છે.