લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોનાની અસર- અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરોમાં 52 ટકા જેટલો ઘટાડો થયો

રાજ્યમાં કોરોના વાયરસ પહેલા કરતાં વર્તમાન સમયમાં નિયંત્રણમાં છે.ત્યારે ફ્લાઈટમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં હજી વધારો થયો નથી.આમ લોકો કોરોનાના ડરને કારણે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.આમ અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં 5.23 લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી,જે વર્ષ 2020ના જાન્યુઆરી મહિના કરતાં 52 ટકા જેટલી ઓછી જોવા મળી છે.આમ અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી જાન્યુઆરી 2021માં 35,475 સામે જાન્યુઆરી 2020માં 2,18,482 વિદેશી મુસાફરોની અવરજવર થઈ હતી.આમ કોરોના વાયરસના સંક્રમણને કારણે વિદેશ માટે નિયમિત ફ્લાઈટ નહીં હોવાથી ગત વર્ષની સરખામણીએ વિદેશી મુસાફરોની સંખ્યામાં 83.80 ટકા જેટલો ધરખમ ઘટાડો નોંધાયો છે.વિદેશ માટેની ફ્લાઈટની અવરજવર જાન્યુઆરી 2020માં 1331 જ્યારે જાન્યુઆરી 2021માં 73 ટકા ઘટીને 379 જેટલી થઈ ગઈ હતી.