લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોના વેક્સિનેશનમાં ભારતનો રેકોર્ડ, છેલ્લા 12 કલાકમાં 36 લાખ લોકોને રસી અપાઈ

દેશમાં કોરોના વાયરસના વધતાં કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સિનેશન ઝડપી બનાવ્યું છે.ત્યારે એક દિવસમાં ૩૬,૭૧,૨૪૨ લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી છે જે એક રેકોર્ડ છે.આમ દેશમાં ૧ એપ્રિલ સુધી ૬,૮૭,૮૯,૧૩૮ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.જેની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આપી છે.આમ એપ્રિલમાં સરકારી રજાઓમાં પણ દરેક સેન્ટરે કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે.ત્યારે બીજીબાજુ દેશમાં એક દિવસમાં કોરોનાના ૮૧,૪૬૬ નવા કેસ સામે આવતા કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૨૩,૦૩,૧૩૧ થઇ ગઇ છે.જ્યારે ૪૬૯ લોકોનાં મોત નિપજ્યાં છે.તેમજ છેલ્લા ૨૪ કલાકમાં ૫૦,૩૫૬ લોકોએ કોરોનાને માત આપી છે.

આમ કોરોના રસીની વાત કરવામાં આવે તો રસીકરણમાં વર્તમાન તબક્કે ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. દેશમાં ૪૫ વર્ષથી વધુની ઉંમરના લોકોની સંખ્યા લગભગ ૩૪ કરોડ છે.ત્યારે કેન્દ્રે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ વર્ગના લોકોને આગામી ૧૫ દિવસની અંદર રસી લગાવવાનું કહ્યું છે.