લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોના રસી કોવિશીલ્ડ અને કોવેક્સિન બજારમાં પણ મળશે

ભારતીય દવા નિયમનકારે કોવિડ-19ની રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનનો પુખ્તો માટે ઉપયોગ કરવા રેગ્યુલર માર્કેટ એપ્રુવલની શરતોને આધીન રહી મંજૂરી આપી હતી.જે બાબતે પ્રધાને જણાવ્યું હતું કે સરકાર દ્વારા રસીકરણ જારી રહેશે. જેમાં પ્રથમ અને તમામ ડોઝ બધાને મળશે અને વૃદ્ધોને તકેદારીના પગલારૂપે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.આ સિવાય માંડવિયાએ જણાવ્યું હતું કે રેગ્યુલેટરે કોવેક્સિન અને કોવિશીલ્ડને પહેલા ઇમરજન્સી ઉપયોગ માટે જે મંજૂરી મળી હતી તેને અપગ્રેડ કરતા હવે તેનો સામાન્ય સ્થિતિમાં પણ ઉપયોગ કરી શકાશે.આમ આ મંજૂરી પછી બંને રસીઓ પૂર્વનિર્ધારિત એમઆરપીએ ખાનગી ક્લિનિક્સમાં પણ ઉપલબ્ધ હશે અને લોકો તેને ખરીદી પણ શકશે.આ પ્રકારની મંજૂરી પાછળનો વિચાર એ છે કે જે લોકો બૂસ્ટર ડોઝ લેવા આતુર હોય તેમને ખાનગી ક્લિનિકમાં પણ રસી મળી શકશે.તેનો ઉપયોગ પ્રથમ અને બીજા ડોઝ અથવા તો બૂસ્ટર ડોઝ તરીકે પણ થઈ શકશે.ન્યુ ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ્સ રૂલ્સ 2019 હેઠળ આ મંજૂરી આપવામાં આવી છે.