લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોનાની નવી લહેરમાં 80 હજાર બાળકો સંક્રમિત થયા

દેશમાં કોરોનાની બીજી લહેરને ખાળવા માટે વીક એન્ડ લોકડાઉન, નાઈટ કરફયુ જેવા પગલા લેવા છતાં કોરોના કાબુમાં આવતો નથી.ત્યારે નવી લહેરે બાળકોને પણ ઝપેટમાં લીધા છે.જેમાં એક મહિનામાં પાંચ રાજયોમાં 80 હજારથી વધુ બાળકો કોરોનાગ્રસ્ત બન્યા છે.આમ કોરોનાની પ્રથમ લહેરમાં સૌથી વધુ બુઝુર્ગો ઝપેટમાં આવ્યા હતા.વર્તમાન સમયમાં બ્રિટનમાં બાળકો પર એસ્ટ્રાજેનેકા વેકિસનનાં પરીક્ષણને પણ રોકી દેવામાં આવ્યું છે.

ભારતમાં બીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત બાળકોની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં 1 માર્ચથી 4 એપ્રિલ દરમ્યાન કુલ 60,684 બાળકો સંક્રમિત બન્યા હતા.જે બાળકોમાં 9,882 બાળકો પાંચ વર્ષથી નીચેના હતા,જયારે છતીસગઢમાં 5940 બાળકો વાયરસથી સંક્રમિત થયા હતા જેમાના 922 બાળકો પાંચ વર્ષથી ઓછી વયના હતા.આ સિવાય કર્ણાટકમા 7327,ઉતરપ્રદેશમાં 3004,દિલ્હીમાં 2733 જેટલા બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.