લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મોંઘા ડીઝલ અને લોકડાઉનના નિયંત્રણથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ પડ્યા

કોરાનાકાળમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના વેપાર ધંધા સાવ મંદ થઈ ગયા છે.આમ વિવિધ રાજયોમાં લોકડાઉનને કારણે ખાસ ડીમાંડ નથી એટલે ટ્રાન્સપોર્ટરો ભાડા વધારી શકતા નથી.તેવા સમયે ખર્ચ સરભર કરવા માટે બાયોડીઝલનાં માર્ગે વળી ગયા હોવાના પણ નિર્દેશ છે.આમ છેલ્લા એકાદ મહિનાથી ડીઝલમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે.જેના કારણે ઉદ્યોગ પર પ્રચંડ આર્થિક બોજ પડયો હોવાછતાં ભાડાવધારો શકય બનતો નથી કારણ કે પરિવહન માટે ટ્રાન્સપોર્ટ વાહનોની ડીમાંડ સામે સપ્લાય અનેકગણી વધુ છે.એકાદ અઠવાડીયાથી કોરોનાના સંક્રમણમાં રાહતને પગલે ગુજરાત જેવા અમુક રાજયોમાં આંશીક છુટછાટો મળી છે.પરંતુ અન્ય અનેક રાજયોમાં લોકડાઉન-નિયંત્રણો ચાલુ હોવાથી વેપારધંધા પાટે ચડી શકયા નથી.જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં તેજી આવી શકે તેમ નથી. ત્યારે રાજકોટ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં 30-40 ટકા જ કામકાજ છે.

આ સિવાય રાજકોટમાં 700 જેટલા ટ્રાન્સપોર્ટરો કે ટ્રાન્સપોર્ટ ઓફીસો છે.જેમાંના કેટલાંકે સ્થિતિ નોર્મલ ન થાય ત્યાં સુધી ધંધો જ બંધ કરી દીધો છે.આમ સામાન્ય દિવસોમાં એક ટ્રક દર મહિને 22 થી 24 દિવસ ઓનરોડ રહેતી હતી.પરંતુ તે પ્રમાણ વર્તમાન સમયમાં 14-15 દિવસનુ છે.