લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના 100 શહેરોમાં એર ક્વોલિટીમાં સુધારો થયો

સરકારે એર ક્વોલિટી સુધારવા દેશમાં લીધેલા પગલાના લીધે દેશના 100 જેટલા શહેરોમાં એર ક્વોલિટીમાં સુધારો થયો છે.જેમાં સરકારે લીધેલા પગલામાં વાહનના પ્રદૂષણને ડામવા સહિત ઔદ્યોગિક પ્રદૂષણને અંકુશમાં રાખવાના પગલાંનો પણ સમાવેશ કરવામાં આવે છે.સરકારે ફેમ સ્કીમના બીજા તબક્કા માટે 10,000 કરોડ મંજૂર કર્યા છે.જેનો પ્રારંભ 1 એપ્રિલ 2019થી થયો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સની સ્વીકાર્યતા વધારવા સરકાર આ સ્કીમ પ્રમોટ કરી રહી છે.દેશમાં ઇલેક્ટ્રિક વાહનની માંગ સર્જવા માટે બજેટરી સપોર્ટના 86 ટકા ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. આ તબક્કાનું ધ્યેય 7,090 ઇલેક્ટ્રિક બસ,5 લાખ ઇ-થ્રી વ્હીલર્સ અને 55,000 ઇ-ફોર વ્હીલર્સ જ્યારે 10 લાખ ઇ-ટુ વ્હીલર્સને સમર્થન મળ્યું છે.ઇલેક્ટ્રિક વાહન માટે પરમિટની જરૂરિયાત નાબૂદ કરી દેવામાં આવી છે. સરકારની આ પહેલના પરિણામે વર્ષ 2020-21માં 96 શહેરોમાં વર્ષ 2019-20ની તુલનાએ પીએમ 10 કોન્સન્ટ્રેશનમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડની મર્યાદાની અંદર આવતા શહેરોની સંખ્યા વર્ષ 2019-20માં 18 હતી,જે વર્ષ 2020-21માં 27 થઈ જવા પામી છે.આમ છતાં હવા પ્રદૂષણ ચિંતાનો વિષય છે.આ સિવાય દેશના 36 શહેરોના હવા પ્રદૂષણમાં વર્ષ 2019-20ની તુલનાએ વર્ષ 2020-21માં વધારો જોવા મળ્યો છે.આ ઉપરાંત વધુ સ્વચ્છ ઇંધણો જેવા કે એલપીજી,સીએનજી અને પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ વધારવામાં આવી રહ્યું છે.સરકાર કોલસા આધારિત વીજમથકો માટે પ્રદૂષણ અંગે આકરા નિયમો લઈને આવી છે.દેશમાં જુલાઈ 2018થી પેટકોકની આયાત પર પ્રતિબંધ છે.પ્રદૂષણ ઘટાડવા તેને ઝિગ-ઝેગ ટેકનોલોજી તરફ શિફ્ટ કરાયા છે.સરકારે આ ઉપરાંત સોલિડ વેસ્ટ,પ્લાસ્ટિક વેસ્ટ,ઇ-વેસ્ટ,બાયો-મેડિકલ વેસ્ટ,બાંધકામ અને ડિમોલિશન, વેસ્ટ અને જોખમી કચરાના નિકાલ માટે 6 નિયમ નોટિફાઈ કર્યા છે.પ્લાસ્ટિક અને ઇ-વેસ્ટ મેનેજમેન્ટ સુધી ઉત્પાદકની જવાબદારી લંબાવાઈ છે.આ ઉપરાંત બાયોમાસ અને કચરાને બાળવા પર પ્રતિબંધ મૂકાયો છે.