વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારતમાં રેડિયો કનેક્ટિવિટી વધારવા માટે 91 એફ.એમ ટ્રાન્સમીટરનું ઉદઘાટનું કર્યું હતુ.જેના કારણે દેશના 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 84 જેટલા જિલ્લાઓને ફાયદો થશે.જેનાથી સરહદી ક્ષેત્રો તથા આંકાક્ષી જિલ્લામાં એફ,.એમ રેડિયો કનેક્ટિવિટીને ફાયદો થશે.આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતું કે આજે ઓલ ઈન્ડિયા રેડિયોની એફ.એમ સેવાનું આ વિસ્તરણ ઓલ ઈન્ડિયા એફએમ બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ઓલ ઈન્ડિયા રેડિયોના 91 એફએમ ટ્રાન્સમિશનનું લોન્ચિંગ દેશના 85 જિલ્લાના 2 કરોડ લોકોને ભેટ સમાન છે.જેનાથી 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એફએમ રેડિયો કવરેજનો વિસ્તાર કરવામાં આવશે.આમ દેશના 84 જિલ્લાઓમાં 100 વોટના 91 નવા એફ.એમ ટ્રાન્સમીટર સ્થાપિત કરવામાં આવ્યા છે.ત્યારે સરહદી વિસ્તારોમાં રેડિયો કનેક્ટિવિટી વધારવા માટે એફએમ ટ્રાન્સમીટરનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બિહાર,ઝારખંડ,ઓડિશા,પશ્ચિમ બંગાળ,આસામ,મેઘાલય,નાગાલેન્ડ,હરિયાણા,રાજસ્થાન, ઉત્તરપ્રદેશ,ઉત્તરાખંડ,આંધ્રપ્રદેશ,કેરળ,તેલંગાણા,છત્તીસગઢ,ગુજરાત,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર તથા લદ્દાખ અને આંદામાન-નિકોબાર ટાપુઓ સામેલ છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved