લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના મહારાષ્ટ્ર સહિતના મોટા રાજ્યોને ચાર કરોડ રસીના ડોઝ પૂરા પાડવામા આવશે

દેશભરમાં કોરોના વેક્સિનની ખેંચ ઊભી થઈ છે તેને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે કેટલાક પગલાં ઊઠાવ્યા છે.જેના અંતર્ગત જૂન મહિના માટે જાહેર કરવામાં આવેલા ક્વોટા મુજબ મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ બંગાળ અને તામિલનાડુને રસીના ચાર કરોડ ડોઝ પૂરા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આમ કેન્દ્ર સરકાર તરફથી ભારતમાં જ ઉત્પાદિત થતી બે વેક્સિનનો પુરવઠો આપવામાં આવશે.જેમાં રશિયાથી આવેલી સ્પુતનિક રસીનો સમાવેશ કરવામા નહીં આવે.