દેશના જુદાજુદા શહેરોમાં 30 સૌથી વધુ અવર-જવર ધરાવતા બજારોની યાદીમાં બેંગ્લુરુનું એમ.જી રોડ ટોચના સ્થાને આવ્યુ છે.ત્યારે તેના પછી હૈદરાબાદનું સોમાજીગુડા અને મુંબઈનું લિંકિંગ રોડ આ યાદીમાં અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતુ.આ સિવાય દિલ્હીનું ખાન માર્કેટ આ યાદીમાં 27માં ક્રમે રહ્યું છે.ત્યારે હાઇ સ્ટ્રીટસમાં દુકાનોનું માસિક ભાડું સૌથી વધુ ખાન માર્કેટમાં જ ચૂકવવું પડે છે.જ્યાં ભાડેથી દુકાન રાખવા માટે પ્રતિ ચો.ફૂટ માટે રૂ.1,000 થી 1,500 ભાડું ચૂકવવું પડે છે.આમ હાઈસ્ટ્રીટની રેન્કિંગમાં 5 માપદંડોને ધ્યાને લેવામાં આવ્યા છે.જેમાં વાહન પાર્ક કરવાની સુવિધા,જાહેર પરિવહન,સ્ટોરનું લોકેશન,ખર્ચ અને સરેરાશ વેપાર ઘનત્વના આધારે નક્કી કરાઈ છે.જેમા દિલ્હીનું સાઉથ એક્સટેન્શન ચોથા ક્રમે છે.કોલકાતાનું પાર્ક સ્ટ્રીટ અને કેમેક સ્ટ્રીટ આ યાદીમાં 5માં ક્રમે છે.જ્યારે તેના પછી ચેન્નઈનું અન્ના નગર,બેંગ્લુરુનું કોમર્શિયલ સ્ટ્રીટ,નોઈડાનું સેક્ટર-18 બજાર,બેંગ્લુરુનું બ્રિગેડ માચર તથા બેંગ્લુરુના ચર્ચ સ્ટ્રીટનો નંબર આવે છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved