લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં કોરોના રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થયું

દેશમાં કોરોનાના રસીકરણ અભિયાનને એક વર્ષ પુરુ થયુ છે.ત્યારે એક વર્ષમાં લોકોને વેક્સીનના 156.76 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.જે બાબતે સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ 18 વર્ષથી વધુ વયના 92 ટકા નાગરિકોને ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે જ્યારે 68 ટકાને બંને ડોઝ અપાયા છે.આમ 15 થી 18 વર્ષના ટીનેજર્સને કોરોનાના 3.38 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.ગયા વર્ષે 16 જાન્યુઆરીથી રસી આપવાનુ શરૂ કરાયુ હતુ.જેમાં પ્રથમ સ્ટેજમાં હેલ્થ વર્કરને રસી અપાઈ હતી ત્યારપછી ધીરેધીરે અલગ અલગ વયજૂથના લોકોને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા.