લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ કોરોના પોઝિટિવ થયા

દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ થયા છે.જેમાં તેમને વર્તમાનમા હળવા લક્ષણો દેખાતા હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.ત્યારે ડોક્ટરોની ટીમે તેમની તપાસ કરી અને આરામ કરવાની સલાહ આપી છે.રક્ષામંત્રી રાજનાથ સિંહે દિલ્હીના માણેકશા સેન્ટરમાં આયોજિત કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.બીજીતરફ રાજનાથ સિંહ નવી દિલ્હીમાં ભારતીય વાયુસેના કમાન્ડર્સની કોન્ફરન્સમાં ભાગ લેવાના હતા.પરંતુ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે તેઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં.