લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમા દિલ્હી સહિત કેટલાંક રાજ્યોમાં ઉષ્ણતામાન વધશે

દેશભરમાં સૂર્યનો તાપ વધી રહ્યો છે.ત્યારે દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં પણ તાપમાન વધવા સાથે ગરમી વધી રહી છે.જેમાં દક્ષિણના કેટલાક રાજ્યોમાં ઉષ્ણતામાન વધી રહ્યું છે.ત્યારે તાપમાન 38 થી 40 ડીગ્રી રહેવાની સંભાવના છે.આમ છેલ્લા 24 કલાકમાં વિદર્ભ,મરાઠાવાડા,છત્તસીગઢ,મધ્યપ્રદેશ,મધ્ય મહારાષ્ટ્ર,તેલંગાણા અને કેરલમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો,ત્યારે આગામી 4 થી 5 દીવસમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં અધિકતમ ઉષ્ણતામાન 2 થી 4 ડીગ્રી વધવાની સંભાવના છે.જેમા દક્ષિણ રાજસ્થાનના મધ્યભાગમા ચક્રવાતી હવાનું ક્ષેત્ર બન્યું છે.જેનો એક છેડો ઉત્તર મધ્યપ્રદેશ સુધી ફેલાયેલો છે.જેના પરિણામે તે વિસ્તારોમાં ચક્રવાતની અસર રહેવાની સંભાવના રહેલી છે.