લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના પૂર્વ રક્ષામંત્રીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા

કોંગ્રેસ નેતા અને દેશના પૂર્વ રક્ષામંત્રી એ.કે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા છે.કેરળ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના પૂર્વ કન્વીનર અનિલ એન્ટની કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ,વી.મુરલીધરન,કેરળ બીજેપી અધ્યક્ષ કે.સુરેન્દ્રનની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.આમ અનિલ એન્ટોનીના પિતા એ.કે એન્ટોની કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન હતા.આ સિવાય તેઓ કેરળના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.