ગુજરાત સરકારે આંશિક લોકડાઉન લાગુ કરીને તમામ વેપારીઓને બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખોલવા રાહત આપી છે.ત્યારે ગોવામાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકારે ગોવામાં કરફ્યૂ આગામી 31 મે સુધી વધારી દીધો છે.જે અંગેની જાહેરાત મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કરી હતી.આમ આ દરમિયાન જીવન જરૂરિયાતની સેવાઓને ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી છે.જ્યારે અનાજ અને કરિયાણાની દુકાનોને સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લી રહેવા દેવાઈ છે.આ સિવાય મધ્યપ્રદેશ સરકારે કોરોના કરફ્યમાં 1 જુનથી રાહત આપવાના સંકેત આપ્યા છે. મધ્ય પ્રદેશમાં ભોપાલ સહિત 52 જિલ્લામાં કરફ્યુ લાગેલો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યુ છે કે, કરફ્યૂમાં ધીરે ધીરે છુટ આપવામાં આવશે.આંધ્રપ્રદેશ સરકારે પણ કોરોના કરફ્યૂને આ મહિનાના અંત સુધી લંબાવીદીધો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved