લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના 9 રાજ્યો સાયબર ક્રાઈમનો ગઢ બન્યા

દેશના 9 રાજ્યોમાં ત્રણ ડઝનથી વધુ ગામડાઓ તેમજ શહેરો એવા છે,જે સાયબર ક્રાઇમના ગઢ બની ગયા છે.જેમાં અત્યારસુધી ઝારખંડના જામતારાને સાયબર ક્રાઈમનો ગઢ માનવામાં આવતું હતું.પરંતુ સરકારના જણાવ્યા અનુસાર દેશના 9 રાજ્યો જેવા કે હરિયાણા,દિલ્હી,ઝારખંડ,બિહાર,પશ્ચિમબંગાળ,આસામ,ઉત્તરપ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં સાયબર ક્રાઇમ હોટસ્પોટ રહ્યો છે.આ રાજ્યોમાં બેસીને સાયબર ક્રાઈમ કરનારા મોટાભાગના લોકો ભારત બહારના છે.આ લોકો ચીન, પાકિસ્તાન અને તુર્કી જેવા દેશોમાંથી આવ્યા છે.આમ ગત 10 જાન્યુઆરી 2020ના રોજ ગૃહમંત્રી દ્વારા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતુ જેના થકી સાયબર ક્રાઈમની ફરિયાદ કરી શકાશે.આમ આ પોર્ટલ પર અત્યારસુધીમાં 20 લાખથી વધુ ફરિયાદો આવી છે,જેના આધારે 40 હજાર એફઆઇઆર નોંધવામાં આવી છે.આ સિવાય હેલ્પલાઇન નંબર 1930 જારી કરવામાં આવ્યો છે,જે દેશભરની 250થી વધુ બેંકો સાથે જોડાયેલ છે.