લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમા છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા

દેશમાં કોરોનાનો ફરી પગપેસારો શરૂ થઈ ગયો છે.ત્યારે કોરોના સંક્રમણની ઝડપ ફરીએકવાર વધી રહી છે.જેમા એક જ દિવસમાં કોરોનાના 3 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.આમ સમગ્ર દેશમા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3,016 કેસ જોવા મળ્યા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,396 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 13,509 થઈ ગયા છે.આ સાથે કોરોનાથી એક દિવસમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે.કોરોનાથી અત્યારસુધીમાં 5,30,862 લોકોના મોત થયા છે.બીજીતરફ દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે.જેમા વધતા જતા કેસ વચ્ચે દિલ્હી સરકારે મહત્વની બેઠક બોલાવી છે.