લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં 19 ટકાનો ઘટાડો થયો

દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,533 નવા કેસ જોવા મળ્યા છે.ત્યારે ગઈકાલની તુલનામાં નવા કેસોમાં 19 ટકાનો ઘટાડો થયો છે.આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 53 હજારને વટાવી ગઈ છે.ત્યારે બ્રિટન બાદ ભારતે કોરોના વેક્સીનનું અપડેટેડ વર્ઝન તૈયાર કર્યું છે.જે ફક્ત ઓમિક્રોન અને તેના સબફોર્મ્સથી બનેલું છે જેની એક માત્રા પૂરતી એન્ટિબોડીઝ વિકસાવી શકે છે.આ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ લેનારાઓ માટે હશે.જેમા રસીકરણના બે ડોઝ પૂરા થયાના 4 મહિના પછી આ અપડેટેડ રસીની સાવચેતીભરી માત્રા લઈ શકાય છે.