લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમા 24 કલાકમાં કોરોનાના 2,151 નવા કેસો જોવા મળ્યા

કોરોના વાયરસના દૈનિક આંકડા ફરી એકવાર વધવા પામ્યા છે.જેમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં સંક્રમણના 2151 નવા કેસો જોવા મળ્યા છે.આ દરમિયાન 4 સંક્રમિત દર્દીઓના મોત પણ થયા છે.આ સિવાય દેશમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 12 હજાર નજીક પહોંચી ગઈ છે.મહારાષ્ટ્ર અને દિલ્હીમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.જે અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દર્શાવે છે કે દેશમા કોરોનાને કારણે અત્યારસુધીમાં 5,30,848 જેટલા દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જ્યારે બીજીતરફ 4,41,66,925 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે.