લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના અંતરિયાળ વિસ્તારોમાં રસી પહોંચાડવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે

દેશમાં કોરોનાની રસી મુકવાનુ અભિયાન ઝડપી બનાવવા માટે સરકાર સામે સપ્લાય વધારવાની સાથે દેશના અંતરિયાળ વિસ્તારોમાં વેક્સીન કેવી રીતે પહોંચાડવી તેનો પડકાર ઉભો થયો છે.ત્યારે જ્યાં રસ્તાઓની અને વાહન વ્યવહારની સુવિધાઓ છે.ત્યાં તો વેક્સીન મોકલવામાં વાંધો નથી પણ દેશના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વેક્સીન પહોંચાડવાનુ કામ અઘરૂ છે.ત્યારે આવા વિસ્તારોમાં રસી મોકલવા માટે ડ્રોનની મદદ લેવાનું વિચારાઇ રહ્યુ છે.આમ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સહાયક કંપની દ્વારા દેશના દુર્ગમ વિસ્તારોમાં કોરોનાની રસી પહોંચાડવા માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે.જેમાં વર્તમાન સમયમાં તેલંગાણાના કેટલાક વિસ્તારમાં ડ્રોન થકી કોરોના વેક્સીન પહોંચાડવાનુ વિચારવામાં આવી રહ્યુ છે.આમ વેક્સીનને ડ્રોન થકી પહોંચાડવા માટે એક પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે.