લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં કોરોનાના નવા કેસમાં વધારો જોવા મળ્યો

સમગ્ર દેશમાં ફરીએકવાર કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,193 નવા કેસ સામે આવ્યા છે.જયારે એ પહેલા ભારતમાં કોરોના વાયરસના 11,692 નવા કેસ જોવા મળ્યા હતા.ત્યારે તેની સરખામણીએ આજે ફરી કોરોનાના નવા કેસો જોવા મળ્યા છે.ભારતમાં એક્ટીવ કેસોની સંખ્યા 67,556 થઇ ગઈ છે.જ્યારે કોરોનામાંથી સાજા થવાનો દર વર્તમાનમાં 98.66 ટકા થયો છે.કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 10,765 લોકો સાજા થયા છે,જેના કારણે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.42 કરોડ થઈ ગઈ છે.આમ છેલ્લા 24 કલાકમાં 42 લોકોના મોત થયા હતા જેના કારણે કુલ મૃત્યુઆંક વધીને 5.31 લાખ થયો છે.