લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કેસો જોવા મળ્યા

દેશમાં કોરોના વાયરસના નવા કેસોથી લોકોમાં ફરી ચિંતા જોવા મળી રહી છે.જ્યારે બીજીતરફ દેશમાં રોજ 2 લાખથી વધુ લોકોની કોરોના તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે કોરોનાના નવા કેસનો આંકડો હજુ વધી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે.આમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,692 નવા કેસ જોવા મળ્યા છે.આ સાથે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુઆંક 28 થયો છે.આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા 66,170 થયો છે.કેન્દ્રની મોદી સરકારથી લઈને રાજ્ય સરકારો ઝડપથી વધી રહેલા કોરોના કેસને લઈને એલર્ટ મોડમા આવી ગઈ છે.જેને લઈ ઘણા રાજ્યોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે.જેમાં માસ્ક ફરજિયાત બનાવનારા રાજ્યોમાં હરિયાણા,ઉત્તરપ્રદેશ,દિલ્હી,રાજસ્થાન,કેરળ અને મહારાષ્ટ્ર રાજ્યનો સમાવેશ થાય છે.