લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે

દેશની હવામાન એજન્સીએ 2023 માટે મોનસૂનનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.ત્યારે આ મોનસૂન પૂર્વાનુમાન અનુસાર જૂન થી સપ્ટેમ્બર સુધી 4 મહિનાનો સરેરાશ વરસાદ 868.8 મિ.મીની તુલનાએ 816.5 મિમી રહેવાની શક્યતા જોવા મળી રહી છે.જેમાં અલનીનો ઉપરાંત અન્ય ઘણા કારણો છે જે મોનસૂનને પ્રભાવિત કરી શકે છે.જેમાં દેશના ઉત્તર અને મધ્ય ભાગમાં વરસાદની અછત રહેવાનું જોખમ પેદા થશે.ત્યારે ગુજરાત,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય મોનસૂન મહિનાઓ દરમિયાન અપૂરતો વરસાદ થશે.જ્યારે ઉ.ભારતના કૃષિક્ષેત્ર એવા પંજાબ,હરિયાણા,રાજસ્થાન સહિત ઉ.પ્રદેશમાં સિઝનના બીજા ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે.