હવામાન વિભાગ દ્વારા દેશનાં અનેક રાજ્યોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે વર્તમાનમા દેશની રાજધાની દિલ્હીમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની સાથે ભારે પવનની પણ આગાહી કરી છે.આ સાથે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં વાવાઝોડુ પણ ફૂંકાઈ શકે છે.આમ આગામી 5 દિવસ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.જેમા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી એનસીઆર,પંજાબ,યુ.પી,કર્ણાટક,તામિલનાડુ, બિહારમાં ભારે વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે.આ ઉપરાંત બિહાર,ઓડિશા અને મહારાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડી શકે છે.જ્યારે બીજીતરફ રાજસ્થાનના ભરતપુર,ધૌલપુર,કરૌલી,સવાઈમાધોપુર,કોટા,બરાન,ઝાલાવાડ,જેસલમેર,બિકાનેર,ચિત્તોડગઢ,ઉદયપુર સહિતના જિલ્લાના નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવનની સંભાવનાઓ જોવા મળી રહી છે.આ સિવાય જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved