દેશમાં ગત વર્ષે ગાડીઓનું રીટેલ વેચાણ 36 લાખનું રેકોર્ડબ્રેક થયું હતું.જેમાં ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસીએશને આ અંગેની જાણકારી આપી હતી.આ દરમિયાન ગાડીઓનું કુલ રિટેલ વેચાણ વધીને 2,11,50,222 નંગ થઈ ગયું હતું.જે તેના પહેલાના નાણાકીય વર્ષમાં 1,83,27,326 નંગ હતું.ત્યારે તેમાં 21 ટકાનો વધારો જોવા મળ્યો છે.આમ ગત વર્ષે ગાડીઓનું રજીસ્ટ્રેશન 23 ટકા વધીને 36,20,039 નંગ રહ્યું હતુ,જયારે 2021-22માં 29,42,273 નંગ થયું હતું.આ સિવાય ગત નાણાકીય વર્ષે ટુ-વ્હીલરના રિટેલ વેચાણમાં પણ 19 ટકાનો વધારો થયો હતો અને આંકડો 1,59,95,968 નંગ થયુ હતું,જયારે કોમર્શિયલ ગાડીઓના રિટેલ વેચાણમાં 33 ટકા,જયારે થ્રી વ્હીલરના રજીસ્ટ્રેશનમાં 84 ટકાનો વધારો જોવા મળ્યો હતો ટ્રેકટરનાં રિટેલ વેચાણમાં 8 ટકાનો વધારો થયો હતો.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved