લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના છ રાજયોમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર થયો

દેશમાં છેલ્લા બે મહિનાથી હવામાનમાં અસામાન્ય બદલાવ તથા વારંવાર માવઠા અને કમોસમી વરસાદની સ્થિતિ વચ્ચે ઉનાળાની ગરમીનો કોપ શરૂ થઇ ગયો હોય તેમ દેશના અર્ધો ડઝન રાજયોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરીને 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.જેમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશ, ગુજરાત,મહારાષ્ટ્ર,ઓડિસા તથા તેલંગણામાં તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી થયો છે.ત્યારે આગામી દિવસોમા સુર્યનો પ્રકોપ વધશે.જ્યારે દેશના પાટનગર દિલ્હીમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જવાની આગાહી કરવામાં આવી છે.આ સિવાય જમ્મુ-કાશ્મીર,પૂર્વ ભારત તથા પૂર્વોતર રાજયો આંધ્રપ્રદેશમાં તાપમાનનો પારો પણ સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી વધુ જોવા મળી રહ્યો છે.જ્યારે બીજીતરફ ગોવા,કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર,મરાઠાવાડા,લદાખ,હિમાચલપ્રદેશ તેમજ ઉતરાખંડમાં ગાજવીજ અને વિજળી સાથે વરસાદ થવાની આગાહી કરવામા આવી છે.