દિલ્હી સહિત દેશના અમુક રાજ્યોમાં હવામાનનો અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યો છે.ત્યારે દેશના ઘણા સ્થળોએ વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે આજે રાજસ્થાન,હરિયાણાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.જેમા આજે રાજસ્થાનના ભાદરા,સાદુલપુર,પિલાની,કોટપૂતલી,વિરાટનગર અને હરિયાણાના સિવાની,લોહારૂ,મહેન્દ્રગઢ,નારનૌલ વિસ્તારમાં સામાન્ય વરસાદના અણસાર છે.આ સિવાય આગામી 2 કલાક દરમિયાન હરિયાણાના ફતેહાબાદ,આદમપુર,હિસાર,બાવલ અને રાજસ્થાન તિજારા,અલવર,ઝુંઝુનૂમાં ભારે વરસાદ પડી શકે છે.ત્યારે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હવામાનમાં કોઈ પરિવર્તન થવાનું અનુમાન નથી.આ સિવાય આગામી 7 એપ્રિલે મહારાષ્ટ્ર,તેલંગાણા સહિત ઓડિશાના અમુક વિસ્તારોમાં વિજળી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.જ્યારે ઉત્તરપ્રદેશ અને દિલ્હીમા હવામાન સ્વચ્છ રહેશે.બીજીતરફ ઉત્તરાખંડના ઉત્તરકાશી,ચમોલી અને પિથૌરાગઢ વિસ્તારોમાં સામાન્ય વરસાદ સાથે હિમવર્ષાની શક્યતા છે. કર્ણાટકના પણ અમુક વિસ્તારોમા વરસાદ થઈ રહ્યો છે જેમા રાજ્યના કરાઘહાલી કોપ્પલૂ,મુદલકોપ્પલૂ,કૃષ્ણરાજનગર સહિત આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે.આ સિવાય જમ્મુ કાશ્મીરના ગુરેજ ખીણમાં મોડીરાતે સામાન્ય હિમવર્ષા થઈ હતી.ગુલમર્ગમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved