લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના યુપી,ઓડિશા સહિતના રાજ્યોમાં હીટવેવટનું એલર્ટ અપાયુ

વર્તમાનમાં હવામાન વિભાગે દેશના 3 રાજ્યો પશ્ચિમ બંગાળ,બિહાર અને આંધ્ર પ્રદેશમાં જોખમી રીતે વધતા તાપમાન માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ અને કહ્યુ છે કે ચાર અન્ય રાજ્યો સિક્કિમ, ઝારખંડ,ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં હીટવેવની સ્થિતિ ઊભી થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.આમ જે લોકો લાંબાસમય સુધી તડકામાં કામ કરે છે કે કોઈ ભારે કામ કરે છે તેમાં ગરમીથી બીમારીઓ વધવાની શક્યતા જોવા મળી રહી છે.આ સાથે સમગ્ર દેશમાં તાપમાન સતત વધી રહ્યુ છે.ત્યારે ભીષણ ગરમી દરમિયાન બાળકો,વૃદ્ધો અને પહેલેથી જ બીમાર લોકોને વધુ રિસ્ક હોય છે.આમ ભારતમાં સૌથી ગરમ સ્થળોમાં તેલંગાણામાં જયશંકર ભૂપલપલ્લી જિલ્લા સામેલ હતા ત્યારે ત્યા મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી,ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં 43.4 ડિગ્રી સેલ્સિયસ જ્યારે બિહારના સુપૌલમાં 42.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે.આ સિવાય યુપીના પ્રયાગરાજ,ઝાંસી,કાનપુર અને આગ્રા જ્યારે બિહારના પટના અને પૂર્વી ચંપારણ જ્યારે પંજાબના બઠિંડામાં તાપમાન 40 ડિગ્રીથી વધુ જોવા મળ્યું છે.જ્યારે બીજીતરફ બંગાળ અને ઓડિશામાં તંત્રએ સ્કુલોને બંધ કરવાનો આદેશ આપ્યો છે,જ્યારે ત્રિપુરા સરકારે બાળકોના જોખમને ઓછુ કરવા માટે શાળાનો સમય સવારનો કર્યો છે.