લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના પશ્ચિમ બંગાળ,મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ અપાયુ

દેશના મોટાભાગના ભાગોમાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે.જેના કારણે પશુ-પક્ષી પણ મુશ્કેલીમાં મૂકાયા છે.જેમાં સવારથી જ આકરો તડકો લોકોના ચહેરા કરમાવી રહ્યો છે.તેવા સમયે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી દેશના પશ્ચિમ બંગાળ,બિહાર,ઉત્તરપ્રદેશ, સિક્કિમ,આંધ્રપ્રદેશ,ઝારખંડ,મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમા હીટવેવની સ્થિતિ બની રહેશે તેવું જણાવ્યુ હતું.જેના કારણે પશ્ચિમી હિમાલય અને આસપાસના મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે તેમ છે.