લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના યુપી,એમ.પી અને બિહારમાં વાયરલ ફીવરથી હાહાકાર થયો

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદથી શરૂ થયેલો તાવનો કહેર બિહાર અને મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયો છે. બિહારમાં કોરોનાની બીજી લહેરની માફક હોસ્પિટલો ફરીથી ફુલ થઈ જવા પામી છે. જેમાં એક બેડ પર 2-2 બાળકોની સારવાર થઈ રહી છે જ્યારે ગ્વાલિયરમા વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સિવાય ઉત્તરપ્રદેશ રાજયની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં તાવનો કહેર વ્યાપ્યો છે. જેમાં અત્યારસુધીમાં રાજ્યના 90 કરતા વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાના ફિરોઝાબાદમાં જ અત્યારસુધીમાં 55 લોકોના મોત થયા છે અને તેમાંથી મોટાભાગના બાળકો છે. આ સિવાય બિહારના આરા ખાતે પણ ધીમે-ધીમે વાયરલ તાવનો પ્રકોપ વધી રહ્યો છે. બાળકોમાં ભારે તાવ,ઉધરસ અને શ્વાસ ફુલાવાની ફરિયાદો જોવા મળી રહી છે અને દરરોજ આશરે 10-15 બાળકો બીમાર પડી રહ્યા છે.