લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થયો,જ્યારે મુંબઈમાં પેટ્રોલ રૂ.100ની નજીક પહોચ્યું

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે દિલ્હીમાં ડીઝલનો ભાવ 84ને વટાવી ગયો છે.જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 100ની નજીક પહોંચ્યો છે.આમ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર 17 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 29 પૈસાનો વધારો કર્યો હતો.આમ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ડીઝલથી ઓછો રહ્યો છે.જેમાં પેટ્રોલની કિંમત 90.30 રહી હતી,જ્યારે ડીઝલનો ભાવ 90.58એ પહોંચી ગયો હતો.આમ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઇંધણના ભાવમાં 12મી વખત વધારો કર્યો છે.ત્યારે દિલ્હીમાં લિટર પેટ્રોલનો ભાવ 93.21 જ્યારે ડીઝલનો ભાવ 84.7 થયો છે.આ સિવાય રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં પેટ્રોલ 100નો આંક પાર કરી ગયું છે.આમ મુંબઈમાં લિટર પેટ્રોલ 99.49,જ્યારે ડીઝલનો ભાવ 91.30 થયો છે.

આમ દેશના જુદાજુદા રાજ્યોમાં વેટ સહિત સ્થાનિક ટેક્સના અલગ-અલગ દરને કારણે ઇંધણના ભાવમાં ફેરફાર થયો છે.ત્યારે રાજસ્થાનમાં વેટનો દર સૌથી વધુ છે.ત્યારપછી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આવે છે.