લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના રાજયોમાં લોકડાઉનથી અર્થતંત્રને રૂા.5.40 લાખ કરોડનું નુકશાન થવા પામ્યું

દેશમાં કોરોનાની બીજી લહેર લોકોને સંક્રમીત કરનારી તથા મૃત્યુની દ્રષ્ટીએ ઘાતક બની ગઈ છે.ત્યારે કેન્દ્રની મોદી સરકારે દેશના અર્થતંત્રને હાની થાય નહી તેથી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવાનો ઈન્કાર કરીને રાજયોને તેમની સ્થિતિ મુજબના નિયંત્રણો લાદવા માટે જણાવ્યું છે.પરંતુ આ મર્યાદીત લોકડાઉનથી દેશના અર્થતંત્રને રૂા.5.40 લાખ કરોડનું નુકશાન થઈ ગયું હોવાનો રીપોર્ટ આંતરરાષ્ટ્રીય એજન્સી બાર્કલેપે આપ્યો છે.ત્યારે કોરોના સંક્રમીત નિયંત્રણોના કારણે ભારતની જીડીપીને 2.4% નો ફટકો પડશે.