લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોવિડની તૈયારીઓના નિરીક્ષણ અંગે હોસ્પિટલોમાં મોકડ્રિલ યોજાશે

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે હોસ્પિટલોમાં તૈયારીઓનું આકલન કરવાને લઈ આગામી 10 અને 11 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવશે.જેમાં સરકારી તેમજ ખાનગી બંને પ્રકારના સ્વાસ્થ્ય કેન્દ્રો સામેલ કરવાની શક્યતાઓ જોવા મળી રહી છે.ત્યારે તેના અંતર્ગત કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા મોકડ્રિલનું નિરીક્ષણ કરવા માટે 10 એપ્રિલે જઝ્ઝર એઈમ્સની મુલાકાત લેશે.આ સિવાય મનસુખ માંડવિયાએ 7 એપ્રિલે તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.