લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ક્રિકેટ ટીમ સ્લો ઓવરરેટ બદલ ૩૦ યાર્ડના સર્કલની બહાર 4 ફિલ્ડર રાખી શકશે

ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઓવરરેટમાં ધીમી રહેતી ટીમોને મેચ દરમિયાન તેની સજા મળી જાય તેવું આયોજન આઇસીસીએ કર્યું છે. જેના અંતર્ગત જો કોઈ ટીમનો ઓવરરેટ ધીમો રહે તો તેને ડેથ ઓવર્સમાં ૩૦ યાર્ડના સર્કલની બહાર 5ને બદલે 4 ફિલ્ડર ગોઠવી શકે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. આમ આઇસીસીએ ટી-20 ઈન્ટરનેશનલની પ્લેઈંગ કન્ડિશનમાં પરિવર્તન કર્યું છે. જે 16મી જાન્યુઆરીથી સબિના પાર્કમાં રમાનારી વિન્ડિઝ-આયરલેન્ડની ટી-20 મેચથી અમલી બનશે.જેમાં આઇસીસીના નવા નિયમ અનુસાર પ્રત્યેક ઈનિંગમાં બોલિંગ ટીમે 85મી મિનિટે આખરી ઓવર નાંખવાની શરૂ કરવી પડશે. જો ફિલ્ડિંગ ટીમ નિર્ધારિત ઓવરરેટ કરતાં પાછળ રહેશે તો બાકીની ઓવર્સ દરમિયાન તેઓ 5ને બદલે 4 ફિલ્ડરને ૩૦ યાર્ક સર્કલની બહાર ફિલ્ડિંગમાં ગોઠવી શકશે. વર્તમાન નિયમ અનુસાર શરૂઆતની 6 ઓવર બાદ ૩૦ યાર્ક સર્કલની બહાર 5 ફિલ્ડરોને ગોઠવવાની છુટ આપવામાં આવે છે. જોકે સ્લો ઓવરરેટ બદલ ટીમ ૩૦ યાર્ડના સર્કલની બહાર એક ઓછો ફિલ્ડર ઉભો રાખી શકશે અને તેનો ફાયદો બેટીંગ ટીમને મળશે.જે નિયમ 85મી મિનિટે લાગુ થશે. આ ઉપરાંત દ્વિપક્ષિય ટી-20 શ્રેણીની પ્રત્યેક ઈનિંગમાં અઢી-અઢી મિનિટના વૈકલ્પિક ડ્રિક્સ બ્રેક લઈ શકાશે. જે માટે બંને દેશોના બોર્ડે શ્રેણી અગાઉ સહમતી વ્યક્ત કરવી પડશે.