લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુક્રેનની રાજધાની કીવનુ આકાશ ઝળહળી ઊઠયુ

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગ વચ્ચે યુક્રેનના લોકોને મિસાઈલ હુમલાનો ડર સતાવતો હોય છે.ત્યારે આ ડર વચ્ચે રાજધાની કીવના લોકો જીવી રહ્યા છે ત્યારે રાત્રે આકાશમાં જોવા મળેલા પ્રકાશના કારણે લોકો વધુ ભયભીત બન્યા હતા.ત્યારે યુક્રેનની એરફોર્સને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી.નાસાનો એક સેટેલાઈટ ધરતી પર ખાબક્યો ત્યારે વાતાવરણમાં પ્રવેશતાની સાથે ઘર્ષણના કારણે તે સળગી ઉઠ્યો હતો અને આકાશમાં તેના કારણે પ્રકાશ જોવા મળ્યો હતો.યુક્રેનની સુરક્ષા એજન્સીઓએ પણ આ વાતને સમર્થન આપ્યુ હતુ.આમ સૂરજમાંથી નિકળતી જ્વાળાઓનો અભ્યાસ કરવા માટે 2002માં લોન્ચ કરવામાં આવેલા સેટેલાઈટને 2018માં રિટાયર કરી દેવામાં આવ્યો હતો.