Error: Server configuration issue
ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જેમાં પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થયા છે,જેને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. ત્યારે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો પારો 3 થી 5 ડીગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.આમ પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન શરૂ થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાતાં અમદાવાદનું મહત્તમ તાપમાન 26.9 ડીગ્રી જ્યારે લઘુતમ તાપમાન 12.8 ડીગ્રી નોંધાયું હતું.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved