લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અકોલામા વરસાદ અને પવન વચ્ચે મંદિરના ટિનશેડ પર વૃક્ષ પડ્યુ

મહારાષ્ટ્રના અકોલામાં વરસાદને કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા.જેમા બાલાપુર તાલુકાના પારસ ગામમા મંદિરના ટિનશેડ પર ભારે વૃક્ષ પડ્યું હતુ.જેના લીધે સાત લોકો દટાઈ જતાં મૃત્યુ પામ્યા હતા,જ્યારે 30 થી 40 લોકો ઘવાયા છે.વૃક્ષ ધરાશાયી થયા બાદ આજુબાજુના લોકો પણ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.જેમા અનેક લોકો ટિનશેડ નીચે દબાઈ ગયા હતા.ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી જ્યારે ઘટનાસ્થળે આવી પહોંચેલી એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને નજીકની હોસ્પિટલે સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા.