લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વર્તમાનમા ક્રિકેટરોના વાર્ષિક કોન્ટ્રાકની જાહેરાત કરવામાં આવી

બીસીસીઆઈએ ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 સુધીના ખેલાડીઓના વાર્ષિક કરારની જાહેરાત કરી છે.જેમાં 4 ખેલાડીઓને એ પ્લસ ગ્રેડમાં રાખવામા આવ્યા છે. જ્યારે 5 ખેલાડીઓને એ ગ્રેડમાં સામેલ કરાયા છે.આ સિવાય 6 ખેલાડીઓને બી ગ્રેડમાં અને 11 ખેલાડીઓને સી ગ્રેડમાં લેવાયા છે.જેમાં રોહિત શર્મા,વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને એ ગ્રેડમાં રાખવામા આવ્યા છે.હાર્દિક પંડ્યા,રવિચંદ્રન અશ્વિન,મોહમ્મદ શમી,ઋષભ પંત અને અક્ષર પટેલને એ ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે,જ્યારે ચેતેશ્વર પુજારા,લોકેશ રાહુલ,શ્રેયસ અય્યર,મોહમ્મદ સિરાજ,સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને બી ગ્રેડમાં રખાયા છે.ઉમેશ યાદવ,શિખર ધવન,શાર્દુલ ઠાકુર,ઈશાન કિશન,દીપક હુડા,યુઝવેન્દ્ર ચહલ,કુલદીપ યાદવ,વોશિંગ્ટન સુંદર,સંજુ સેમસન,અર્શદીપ સિંહ અને કે.એસ.ભરત સી ગ્રેડમાં રખાયા છે.જેમાં બીસીસીઆઈએ એ પ્લસ ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક રૂ.7 કરોડ,એ ગ્રેડના ખેલાડીઓને રૂ.5 કરોડ,બી ગ્રેડના ખેલાડીઓને રૂ.3 કરોડ જ્યારે સી ગ્રેડના ખેલાડીઓને રૂ.1 કરોડ ચૂકવે છે.