લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વર્તમાનમાં દાળની કિંમતોમા 5 ટકાનો વધારો કરાયો

માર્ચ મહિનામાં વરસાદ અને કરાએ ખેડૂતોને નુકસાન પહોંચાડ્યુ હતુ જેમા ખેડૂતોનો લાખો રૂપિયાનો પાક બરબાદ થઈ ગયો હતો.ત્યારે પાકની બરબાદીથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે.જેમા વધતી મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે.ત્યારે આ વધતી મોંઘવારીની અસર દાળની કિંમતો પર જોવા મળી રહી છે. દાળના ભાવ ઓછા થવાની કવાયત કેન્દ્ર સરકારના સ્તરે શરૂ કરી દેવાઈ છે.જેની અસર ગ્રાઉન્ડ લેવલ પર પણ જોવા મળી રહી છે.આમ છેલ્લા એક મહિનામા દાળની કિંમતોમાં 5 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો છે.જેમા તુવેર દાળની કિંમતમા રૂ.10 થી 15 સુધીનો વધારો થયો છે.એક મહિનામાં આટલા ભાવ વધવાથી કેન્દ્ર સરકાર ચિંતિત છે.ત્યારે જયપુરમાં રૂ.119 રૂપિયા પ્રતિકિલો વેચાતી તુવેર દાળ રૂ.130 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.દિલ્હીમાં તુવેર દાળ રૂ.120 થી વધીને રૂ.126 થઈ ગઈ છે.