લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ડી.જી.સી.એ દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી

ડીજીસીએએ એરક્રાફ્ટની અંદર મુસાફરો અને એરલાઇન્સ માટે નવી એડવાઇઝરી જારી કરી છે.જેમાં વિવિધ એરલાઇન્સના પ્લેનની અંદર જાતીય સતામણી,ધૂમ્રપાન અને દારૂ પીવા જેવા મામલા ડીજીસીએના ધ્યાન પર આવ્યા હતા.ત્યારે આ કિસ્સાઓમાં,પાઇલટ અને કેબિન ક્રૂ તરફથી પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે પ્લેનમાં આવા કિસ્સાઓને રોકવાની જવાબદારી પણ એરલાઈન્સની હોય છે.ત્યારે આ અંગે ડીજીસીએના જણાવ્યા અનુસાર આ મામલાઓને કારણે વિમાનની સુરક્ષા પણ જોખમમાં આવી શકે છે.દારૂ પીવો અથવા દવાઓ લેવી,ધૂમ્રપાન કરવું,પાયલોટની વાત ન માનવી,ખરાબ વર્તન કરવુ,ક્રૂ સભ્યો અથવા અન્ય મુસાફરોને ધમકી આપવી અથવા દુર્વ્યવહાર કરવો,મારામારી વગેરે શારીરિક ગેરવર્તન કરવુ,ક્રૂ મેમ્બરના કામમાં ઈરાદાપૂર્વક દખલ કરવી,એરક્રાફ્ટ અથવા બોર્ડ પરના કોઈપણ વ્યક્તિની સુરક્ષામાં દખલ કરવી,ખરાબ વર્તણુક કરવી,શારીરિક અપમાનજનક વર્તન કરવું,કોઇ બીજાના જીવ કે પોતાના માટે જોખમી વર્તન કરવું જેવા કામો કરવામાં આવશે તો કાર્યવાહી થઈ શકે છે.ત્યારે આ નિયમોને ધ્યાનમાં રાખીને એયરલાઇનની કમિટી નક્કી કરી શકે છે કે જે તે વ્યક્તિને કેટલા સમય માટે એયર લાઇનમાં પ્રવાસ માટે બેન કરે.ત્યારે આ એડવાઇઝરીમાં પાયલટ,ક્રુ મેમ્બર્સ અને કેબિન સેફ્ટીના ડાયરેક્ટર ઇન ફ્લાઇટ સર્વિસની જવાબદારીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.