લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / ડીસાના 10થી વધુ ગામોમાં એરંડા,તમાકુ સહિતના પાકોને નુકશાન થયું

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વારંવાર કમોસમી માવઠું થવાના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું હતું.તેમછતાં હજુસુધી તંત્ર દ્વારા કોઈ સર્વેની કામગીરી શરૂ કરવામાં ન આવતા નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતોમાં રોષ ફેલાયો છે.જેમાં ડીસા પંથકમાં વારંવાર કમોસમી વરસાદ થયો હતો.જેમાં કેટલીક જગ્યાએ તો કરા સાથેનો વરસાદ પણ થયો હતો.જેના કારણે આ પંથકમાં અનેક જગ્યાએ નુકસાન થયું છે.જેમાં ડીસા તાલુકાના વડનોડા,રાણપુર,વાસડા,નાણી,કમોડી,રામપુરા, કરસનપુરા,યાવરપુરા સહિતના 10થી વધુ ગામોમાં નુકસાન થયું હતું.જ્યાં ખેડૂતોએ બે મહિના સુધી કાળીમજૂરી કરી તૈયાર કરેલો કપાસ,રાજગરો,બટાટા,બાજરી તેમજ એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું.ત્યારે ખેડૂતોને આશા હતી કે સરકાર તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવશે, પરંતુ નુકસાન થયાના એક મહિના બાદ હજુસુધી સર્વેની કોઈપણ પ્રકારની કામગીરી શરૂ થઈ નથી જેના કારણે અસરગ્રસ્ત ખેડૂતોમાં સરકાર સામે રોષ ફેલાઈ જવા પામ્યો છે.