લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વર્તમાનમા ફિનલેન્ડ દેશ નાટોમાં જોડાઇ ગયો

યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે ફિનલેન્ડ વિશ્વના સૌથી મોટા સુરક્ષા સંગઠન નોર્થ એટલાન્ટિગ ટ્રીટી ઓર્ગેનાઈઝેશનમાં જોડાઈ ગયુ છે.ત્યારે ફિનલેન્ડનું અમેરિકાના નેતૃત્વવાળા સૈન્ય સંગઠન સાથે જોડાણ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન માટે તમાચા સમાન છે,કારણ કે ફિનલેન્ડ રશિયાનો પાડોશી દેશ છે અને તેની સાથે 1300 કિ.મીથી વધુની સરહદ જોડાયેલી છે.ત્યારે આગામી સમયમાં આ યુદ્ધ વધુ વકરે તેવી આશંકા જોવા મળી રહી છે.અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ફિનલેન્ડના સભ્યપદના દસ્તાવેજને ઔપચારિક રીતે સોંપતા નોર્ડિક રાષ્ટ્ર નાટોનું સભ્ય બની ગયું છે.આ સાથે આ લશ્કરી સંગઠન નાટોના 31 સભ્યો થઈ ગયા છે.આમ ફિનલેન્ડના જોડાયા પછી સ્વીડન પણ નજીકના સમયમાં નાટોમાં જોડાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.