લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / સોનાની આયાતમાં 30 ટકાનો ઘટાડો થયો

સોનાના ભાવોમાં છેલ્લા કેટલાંક સમયથી તેજી વચ્ચે સોનાની આયાતમાં મોટો ઘટાડો થયો છે.જેમાં એપ્રિલ થી ફેબ્રુઆરીના 11 મહિનાના સમયગાળામા સોનાની આયાતનુ બીલ 30 ટકા ઘટીને 31.8 અબજ ડોલર થઈ ગયુ છે.જેમા ઉંચી આયાત જકાત તથા વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે સોનાની આયાતમાં ઘટાડો થયો છે.ત્યારે વર્ષ 2021-22માં સોનાની આયાતનુ બીલ 41.2 અબજ ડોલર રહ્યું હતું.જેમા ઓગસ્ટ મહિનાથી સોનાની આયાતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.જ્યારે ચાંદીની આયાત 11 મહિના દરમ્યાન 66 ટકા વધીને 5.3 અબજ ડોલર રહી હતી.