કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના પ્રારંભ સાથે ભાજપમાં પ્રથમવાર મોટાપાયે અસંતોષ અને બળવો સર્જાયાના સંકેત જોવા મળ્યા છે અને ભાજપના વધુ ત્રણ ધારાસભ્યોએ તેમને ટિકીટ ન મળતા પક્ષમાંથી રાજીનામા આપી દીધા છે અને તેઓ અપક્ષ લડે તેવા સંકેત છે.આમ ભાજપે 23 ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડતા જ પક્ષમાં ધમાસાણ ચાલુ થઈ ગયું હતું અને મુદીગૈરે વિધાનસભામાં ભાજપના સીટીંગ ધારાસભ્ય એમ.પી.કુમારસ્વામીએ પોતાનું રાજીનામુ ધરી દીધુ હતું.ભાજપની યાદી બહાર પડતા જ એક બાદ એક રાજીનામા પડવા લાગ્યા હતા અને હજુ ભાજપને 12 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.ત્યારે ત્યાં પેચ ફસાયો હોવાના પણ સંકેત મળી રહ્યા છે.ત્યારે આ ધારાસભ્યો કોંગ્રેસ કે જનતાદળમાં જોડાઈ તેવી શકયતાઓ જોવા મળી રહી છે.જેમાં રાજયના પુર્વ ઉપમુખ્યમંત્રી લક્ષ્મણ સંપદા સાવદી કે જેમણે ભાજપમાંથી રાજીનામુ આપ્યુ હતું તેઓ કોંગ્રેસ તથા જનતાદળ એસમાં જોડાશે તેવા સંકેત છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved