કેન્યામાં ધાર્મિક આસ્થાના નામે સર્જાયેલા હત્યાકાંડના કારણે હાહાકાર મચી ગયો છે.જેમા પાદરીના કહેવા પર 58 લોકોએ ભૂખ્યા રહીને પોતાનો જીવ આપી દીધો હતો. પાદરીએ આ લોકોને કહ્યુ હતુ કે તમારે ભગવાનને મળવુ હશે તો ભૂખ્યા રહેવુ પડશે.જે અંગે કેન્યાના ગૃહમંત્રી કિથુરે કિંડિકીના કહેવા મુજબ પોલીસે પાદરી પોલ મેકેન્ઝીની ધરપકડ કરી છે.કેન્યાની રેડક્રોસ સોસાયટીએ આ પહેલા સરકારને 112 લોકોના ગૂમ થવાની જાણકારી આપી હતી એ પછી જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે કેન્યાના દરિયાકિનારા પર આવેલા શહેર માલિંદીના સીમાડે 800 એકરના જંગલમાં ચર્ચના લોકોની વસાહત હોવાની જાણકારી મળી હતી.ત્યારપછી પોલીસની ટુકડી ત્યાં તપાસ કરવા માટે પહોંચી હતી.ત્યારે ગૂમ થયેલા મોટાભાગના લોકો અહીંયા રહેતા હતા.જે ચર્ચના મુખ્ય પાદરી પોલ મેકેઝન્સીએ લોકોને કહ્યુ હતુ કે ભૂખ્યા રહેશો તો ઈસુ ખ્રિસ્ત સાથે મેળાપ થશે.જેના કારણે વસાહતમાં રહેતા મોટાભાગના લોકોએ ખાવાનુ છોડી દીધુ હતુ.જેના પગલે ઘણાના મોત થયા છે.આમ આ જગ્યા પરથી સામૂહિક કબર મળી આવી હતી.જેમાંથી 50 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.જ્યારે 8 લોકો આ વસાહતમાં જીવતા હતા જેમનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.જ્યારે બીજા 29 લોકોની સારવાર વર્તમાનમા ચાલી રહી છે.જેમાં પોલીસે પાદરીની ધરપકડ કર્યા બાદ પાદરી સહિત 14 લોકોએ ખાવાપીવાનુ છોડી દીધુ છે જે પોલીસ માટે બીજી મુસીબત સર્જાઈ ગઈ છે.
Error: Server configuration issue
Home / International / વર્તમાનમાં કેન્યામાં 58 લોકોના મોત થયા
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved