જીવન વીમા કંપનીઓના ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં માર્ચ 2022ની સરખામણીએ આ વર્ષે 12.62 ટકાનો ઘટાડો થયો છે.આમ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રીમિયમમા ૩૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે.જેમા લાઇફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના ડેટા મુજબ માર્ચ 2023માં ઉદ્યોગનો એનબીપી રૂ.52,081 કરોડ થવાની ધારણા છે,જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન રૂ.59,608.83 કરોડ હતું.ત્યારે એક વર્ષ દરમિયાન નવી પોલિસીઓમાંથી આવતા પ્રીમિયમને એનબીપી કહેવાય છે જે પ્રથમ વર્ષના પ્રીમિયમ અને સિંગલ પ્રીમિયમનો સરવાળો છે.આ સમયગાળા દરમિયાન ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપનીઓનો એનબીપી 35 ટકા વધીને રૂ.23,364 કરોડ થયો છે.જેમા વ્યક્તિગત નોન-સિંગલ પ્રીમિયમમાં 57 ટકા અને ગ્રુપ સિંગલ પ્રીમિયમમાં 24 ટકાનો વધારો થયો છે.જ્યારે બીજીતરફ સરકારી કંપની એલઆઈસીનું પ્રીમિયમ માર્ચ 2022ના રૂ.42,391.22 કરોડથી 32 ટકા ઘટી રૂ.28,716 કરોડ થયું છે.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved