લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / જથ્થાબંધ મોંઘવારી ઘટીને 3 વર્ષની નીચલી સપાટીએ આવી

મોંધવારીના માર વચ્ચે સામાન્ય માણસ માટે રાહતના સંકેત દેખાઈ રહ્યા છે.ત્યારે રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થયો છે.જે એપ્રિલ મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાનો દર શૂન્ય પર આવી ગયો છે તે લગભગ છેલ્લા 3 વર્ષમાં જથ્થાબંધ મોંઘવારીનું સૌથી નીચું સ્તર છે.આમ વર્તમાનમા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર ઘટીને માઈનસ 0.92 ટકા થઈ ગયો છે.જે જુલાઈ 2020 પછી પ્રથમવાર છે,જ્યારે જથ્થાબંધ ફુગાવાનો દર શૂન્યથી નીચે ગયો છે.આ અગાઉ માર્ચ મહિનામાં પણ જથ્થાબંધ ફુગાવાના દરમાં મોટો ઘટાડો થયો હતો અને તે ઘટીને 1.34 ટકા પર આવી ગયો હતો.આમ એપ્રિલ 2023એ સતત 11મો મહિનો છે જ્યારે જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો થયો હોય.ફેબ્રુઆરીમાં તે 3.85 ટકા,જાન્યુઆરીમાં 4.73 ટકા હતો.